એક કાર ચાલકે કારના સ્ટિયરિંગ પર ગુમાવ્યું કાબુ, કારે ઝાડ સાથે મારી ટક્કર, પાટીદાર યુવક નું મૃત્યુ…

Published on: 11:30 am, Tue, 17 August 21

હાલમાં અકસ્માતની ઘટના ખૂબ જ બની રહે છે ત્યારે તેવી જે ઘટના ગુજરાતમાં સામે આવી છે. આ સમગ્ર ઘટના માંડવી તાલુકાના ગામતળાવ ગામે બજરંગ રાજપુત ફળિયામાં રહેતા 6 યુવકોની છે. મળતી માહિતી મુજબ 6 યુવકો રવિવારના રોજ રાત્રે વાઘેચા મહાદેવ મંદિરે જવા નીકળ્યા હતા.

ત્યારે રસ્તા પર કાર ચાલકે અચાનક સ્ટેરીંગ પરથી પોતાનો કાબૂ ગુમાવ્યો હતો. ત્યારબાદ કારે ઝાડ સાથે ટક્કર મારી હતી. આ સમગ્ર ઘટનામાં એક યુવકનું મૃત્યુ થયું છે.

આ ઉપરાંત અન્ય મુસાફરોને નાની-મોટી ઇજા પહોંચી છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પોલીસના જણાવ્યા મુજબ અકસ્માતમાં ભોગ બનેલી કાર અટીકા હતી અને કારનો નંબર GJ 19 ÀF 2079 હતો.

મળતી માહિતી મુજબ પુણા ગામની સીમમાં આશ્રમ નજીક આ સમગ્ર અકસ્માત સર્જાયો હતો. કાર સીધી રસ્તાની બાજુના ઝાડ સાથે અથડાઈ હતી.

આ ઉપરાંત કારમાં મુસાફરી કરતા લોકોના નામ પણ સામે આવ્યા છે જેમાં દિનેશભાઈ દામોદર ભાઈ પટેલ, ફેનીલ અશોકભાઈ પટેલ, અંકિત પ્રકાશભાઈ પટેલ આ ત્રણ વ્યક્તિઓને શરીર પર નાની-મોટી ઇજા પહોંચી છે.

આ ઉપરાંત રોશન કુમાર હર્ષદભાઈ પટેલ ને માથા પર ઇજા પહોંચી છે. તેથી રોશનને બારડોલી સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!