સમાચાર

સુરતમાં ખુરશી પર બેઠા બેઠા 35 વર્ષના યુવકનું કરુણ મોત… જુઓ મોતના CCTV ફૂટેજ…

સુરતમાં બનેલી એક ચોકાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં ખુરશી પર બેઠેલા વ્યક્તિનું અચાનક જ કરુણ મોત થયું છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે હાર્ટ એટેક આવવાના કારણે યુવકનું મોત થયું છે.

હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સુરતમાં આ ઘટના કડોદરા સોસીયો સર્કલ પાસે સંતરાવાડી ખાતે એમ્બ્રોઈડરીના કારખાનામાં બની હતી. અહીં કામ કરતા સિક્યુરિટી ગાર્ડનું ખુરશી પર બેઠા બેઠા મોત થયું હતું.

હાલમાં તો ઘટનાને લઈને પોલીસે વધુમાં તપાસ શરૂ કરી દીધી છે. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ પવન ગંગા વિષ્ણુ ઠાકોર હતું અને તેની ઉંમર 35 વર્ષની હતી. પવન એક કારખાનામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. તેના પરિવારમાં તેની પત્ની એક, દીકરો અને એક દીકરી છે.

પવન દરરોજની જેમ પોતાની નોકરી પર આવ્યો હતો. અહીં તે ખુરશી પર બેઠા બેઠા કોઈકની સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. ત્યારે અચાનક જ તે ત્યાં ઢળે પડ્યો હતો. પછી ત્યાં કામ કરતા લોકો ત્યાં દોડી આવ્યા હતા અને બેભાન હાલતમાં પવનને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

અહીં ફરજ પરના ડોક્ટરે પવનને મૃત જાહેર કર્યો હતો. હાર્ટ એટેક આવવાના કારણે પવનનું મોત થયું હોય છે એવું કહેવામાં આવી રહ્યું છે. પવનના મોતના સમાચાર મળતા જ તેના પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. આ ઘટના બનતા જ એક દીકરા અને એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *