હે ભગવાન આવા દિવસો કોઈને ન બતાવતો…! માતાની નજર સામે 4 વર્ષની બાળકી ઉકળતા તેલના તપેલામાં પડી ગઈ, પછી તો… હિંમત હોય તો જ આખી ઘટના વાંચજો…

Published on: 3:49 pm, Tue, 31 October 23

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ચાર વર્ષની બાળકીને રમતા રમતા એવું મોત મળ્યું કે સાંભળીને હજુ ધ્રુજી ઉઠશે. બાળકી રમતા રમતા ઉકળતા તેલના તપેલામાં પડી ગઈ હતી. તેલ એટલું ગરમ હતું કે માત્ર થોડીક જ સેકન્ડમાં બાળકીનું 80 ટકા શરીર બળી ગયું હતું.

પછી માસુમ બાળકીને ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન દીકરીએ અંતિમ શ્વાસ લીધા હતા. દીકરીને એવું દર્દનાક મોત મળ્યું કે સાંભળીને ભલભલા લોકોના રુવાડા બેઠા થઈ ગયા છે. આ દુઃખદ ઘટના રાજસ્થાનના ભીલવાડા માંથી સામે આવી રહી છે.

મળતી માહિતી અનુસાર ગત શનિવારના રોજ સરહદ પૂનમના દિવસે એક જગ્યાએ સામાજિક કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં કાલીદેવી નામની મહિલા પોતાની 4 વર્ષની દીકરી નીધીને લઈને રસોડામાં કામ કરવા માટે ગઈ હતી. અહીં કાલીદેવી પુરી વળી રહી હતી.

આ દરમિયાન ત્યાં નજીકમાં એક મોટું તપેલું હતું અને તેમાં 15 થી 20 લીટર તેલ ઉકાળતું હતું.  નિધિ રસોડા વિભાગમાં રમી રહી હતી. આ દરમિયાન રમતા રમતા તે અચાનક જ ઉકળતા તેલના તપેલા ની અંદર પડી ગઈ હતી. પછી તો ત્યાં હાજર લોકોએ તાત્કાલિક બાળકીને તેમાંથી બહાર કાઢી હતી.

પરંતુ ત્યાં સુધીમાં તો દીકરીનું 80% શરીર બળી ગયું હતું. પછી દીકરીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલમાં મોડી સાંજે સારવાર દરમિયાન દીકરીનું મોત થયું હતું. આ ઘટના બનતા જ દીકરીના પરિવારમાં મહત્તમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હે ભગવાન આવા દિવસો કોઈને ન બતાવતો…! માતાની નજર સામે 4 વર્ષની બાળકી ઉકળતા તેલના તપેલામાં પડી ગઈ, પછી તો… હિંમત હોય તો જ આખી ઘટના વાંચજો…"

Leave a comment

Your email address will not be published.


*