સમાચાર

વડોદરામાં 29 વર્ષના યુવકનું ડોક્ટરની સામે જ હાર્ટ એટેક આવતા મોત…

ગુજરાતમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની વધુ એક ઘટના વડોદરામાંથી સામે આવી રહી છે. અહીં 29 વર્ષના વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે દુઃખદ નિધન થયું છે. જુવાનજુધો દીકરાનું મોત થતા હસતા ખલતા પરિવારમાં માતમ છવાયો છે.

મળતી માહિતી અનુસાર વડોદરાના VIP રોડ પરની અશોક વાટિકા સોસાયટીમાં રહેતા 29 વર્ષના કરણ પવાર નામના વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.

મળતી માહિતી અનુસાર કરણને અચાનક જ બેચેની થવા લાગી હતી અને પછી તેની તબિયત બગડી ગઈ હતી. એટલા માટે કરણ ડોક્ટર પાસે ચેકઅપ કરાવવા માટે ગયો હતો. જ્યારે ડોક્ટર કરણની તપાસ કરી રહ્યા હતા.

ત્યારે અચાનક જ તે જમીન પર ઢળી પડ્યો હતો. પછી તો ત્યાં હાજર લોકો અને ડોક્ટર કાંઈ સમજે ત્યાં સુધીમાં તો કરણનું કમકમાટીભર્યું મોત થયું હતું. દીકરાના મોતના સમાચાર મળતા જ તેના માતા-પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું.

હાર્ટ એટેક ના કારણે વધુ એક હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ. આ પહેલા પણ ગુજરાત રાજ્યમાં આવી ઘણી ઘટનાઓ બની છે. સુરત શહેરમાં એક જ દિવસમાં ત્રણ લોકોને આવવાના કારણે મોત થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *