અચાનક જ ચાલતી કારનું ટાયર ફાડતા કાર બસની પાછળ ઘૂસી ગઈ… પછી તો એક પછી એક કરીને… જાણો સમગ્ર ઘટના…

Published on: 1:03 pm, Tue, 31 October 23

ગુજરાતમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. તમે ઘણી ઘટનાઓ સાંભળી હશે જેમાં ચાલુ વાહનમાં ટેકનિકલ ખામીના કારણે અકસ્માત સર્જાતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના અરવલ્લી જિલ્લાના મોડાસા માંથી સામે આવી રહી છે.

અહીં સાંજના સમયે મોડાસા પાસે અમદાવાદ રોડ પર એક કાર ચાલક પસાર થઈ રહ્યો હતો. રસ્તામાં ફુલ ટ્રાફિક હતું અને તેવામાં જ અચાનક કારનું ટાયર ફાટ્યું હતું. જેના કારણે કાર આગળ જતી એસટી બસની પાછળ ઘૂસી ગઈ હતી.

આ અકસ્માતની ઘટના બનતા જ પાછળ આવી રહેલી અન્ય એક કાર અને બોલેરો જીપ એકબીજા સાથે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ચાર વાહનો એકબીજા સાથે અથડાયા હતા અને અકસ્માત સર્જાયો હતો ઘટનામાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને પોલીસની ઘટના સ્થળે પહોંચી આવી હતી. અકસ્માત બનતા જ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ત્યાર પછી પોલીસે ટ્રાફિક ખુલ્લું પાડીને ઘટનાને લઈને વધુમાં તપાસ શરૂ કરી દીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અચાનક જ ચાલતી કારનું ટાયર ફાડતા કાર બસની પાછળ ઘૂસી ગઈ… પછી તો એક પછી એક કરીને… જાણો સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*