સમાચાર

સુરતમાં દીકરીના લગ્નના 15 દિવસ પહેલા પિતાએ ઝેરી દવા પીને સુસાઈડ કર્યું… લગ્નની ખુશીઓમાં માતમ છવાઈ ગયો…

સુરતમાં બનેલી વધુ એક સોસાયટીની ઘટના સામે આવી છે. સુરતમાં એક 35 વર્ષના યુવકે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા યુવકના પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે. દીકરીના લગ્નના 15 દિવસ પહેલા પિતાએ સોસાયટી કરી લીધું હતું.

આ ઘટના બનતા જ એકની એક દીકરીના લગ્નની ખુશીઓમાં માતમ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર એકની એક દીકરીના લગ્ન માટે રૂપિયાની વ્યવસ્થા ન થતા દીકરીના પિતા હતાશ થઈ ગયા હતા. જેના કારણે પિતાએ સુસાઇડ કરી લીધું છે તેવું હાલમાં કહેવામાં આવી રહ્યું છે.

આ ઘટના બનતા જ આખા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.  વિગતવાર વાત કરીએ તો, મૂળ મહારાષ્ટ્ર અને ઉમરવાડા વિસ્તારમાં આવેલ ગાંધીનગર ખાતે રહેતા 35 વર્ષના અનીશ શેખ નામના વ્યક્તિએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

અનીશ પોતાના પરિવાર સાથે રહેતો હતો. તેના પરિવારમાં તેની પત્ની, બે દીકરાઓ અને એક દીકરી છે. અનીશ કેટરર્સમાં રસોઈ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. અનીશની દીકરીના 15 દિવસ બાદ લગ્ન હોવાના કારણે ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી.

એકની એક દીકરીના લગ્ન હતા એટલે પરિવારમાં ખુશીઓનો માહોલ હતો. થોડાક દિવસ અનીશ પરિવાર પાસે પૈસા માગી ને લગ્નની તૈયારી શરૂ કરી દીધી હતી. આ દરમિયાન અનીશે ફરી એકવાર પરિવાર પાસે પૈસા માગ્યા ત્યારે પરિવારના સભ્યોએ પૈસા આપવાની મનાઈ કરી દીધી હતી.

જેના કારણે અનીશ ખૂબ જ હતાશ થઈ ગયું હોત અને પછી તેને રાત્રે ઝેરી દવા પીને સુસાઇડ કરી લીધું હતું. આ ઘટના બનતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *