સમાચાર

દીકરીની છઠ્ઠીમાં જતા પરિવારને રસ્તામાં નડ્યો દર્દનાક અકસ્માત… એક જ પરિવારના 5 લોકોના દર્દનાક મોત…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક હૈયુ હચમચાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં દાદા, પિતા-પુત્ર સહિત 5 લોકોના મોત થયા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે રોડ મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો હતો.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને વધુમાં તપાસ શરૂ કરી દીધી હતી. આ ભયંકર અકસ્માતની ઘટના ઉત્તરપ્રદેશના હરદોઈમાંથી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર બેકાબુ બનેલી એક કાર ઝાડ સાથે અથડાઈ હતી.

જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. ત્યાર પછી તો કારમાં સવાર ઇજાગ્રસ્ત થયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં પાંચ લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

વિગતવાર વાત કરે તો 55 વર્ષના હોશિયારસી નામના વ્યક્તિ પોતાના નાના દીકરા ગોવિંદ સાથે તેના સાસરીયાના ઘરે જઈ રહ્યા હતા. ગોવિંદ ની પત્નીએ છ દિવસ પહેલા એક દીકરીને જન્મ આપ્યો હતો. જેથી છઠ્ઠીનો કાર્યક્રમ હતો એટલે હોશિયાર સિંહ પોતાના દીકરા સાથે છઠ્ઠીમાં હાજરી આપવા માટે જતા હતા.

આ દરમિયાન તેમની સાથે તેમનો મોટો દીકરો મુકેશ, મુકેશનો દીકરો બબલુ, રામરાજ અને ભત્રીજો મનોજ સાથે ઝાયેલો કારમાં જઈ રહ્યા હતા. ત્યારે રાત્રે 10:00 વાગ્યાની આસપાસ તેમની કાર ખૂબ જ સ્પીડમાં જઈ રહી હતી. ત્યારે વળાંક પર અચાનક જ કાર બેકાબુ બની ગઈ હતી. જેથી કાર રોડની સાઈડના એક ઝાડ સાથે અથડાઈ હતી અને ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર પાંચ લોકોના મોત થયા છે.

આ ઘટનામાં હોશિયાર સિંહ, તેમનો દીકરો મુકેશ, મુકેશનો દીકરો બબલુ, ભત્રીજો મનોજ અને રામરાજનું મોત થયું છે. એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થતા હસતા-ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે અને હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *