ખતરો કે ખિલાડી…! આ બુલેટ ચાલકનો સ્ટંટ જોઈને તમારો શ્વાસ પણ અધ્ધર થઈ જશે – જુઓ વિડિયો

Published on: 11:20 am, Mon, 15 August 22

મિત્રો તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ઘણી વખત તમે સોશિયલ મીડિયામાં ઘણા સ્ટંટના વિડીયો જોયા હશે. કેટલાક એવા લોકોને પણ જોયા હશે જેઓ સ્ટંટ કરવાના ચક્કરમાં પોતાનો જીવ પણ જોખમમાં મૂકતા હોય છે.

કેટલાક એવા સ્ટંટના પણ વિડીયો જોયા છે જે જોઈને તમારો શ્વાસ પણ અધ્ધર થઈ ગયો હશે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તેવા જ એક સ્ટંટનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા બુલેટ ચાલકના સ્ટંટનો વિડીયો જોઈને તમારો શ્વાસ પણ અધ્ધર થઈ જશે.

વરસાદને લઈને ઘણી બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સમસ્યાઓ ઉભી થતી હોય છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બુલેટ ચાલક વ્યક્તિ પૂરગ્રસ્ત જગ્યાએ સાંકડા રસ્તા પરથી પસાર થતો જોવા મળી રહ્યો છે. હાલમાં આ વ્યક્તિનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે પાણીના જોરદાર પ્રવાહના કારણે રસ્તો ધોવાઈ ગયો છે. તેના કારણે રસ્તાની બીજી બાજુ કેટલાક લોકો ઊભેલા જોવા મળે છે. આ દરમિયાન એક બુલેટ ચાલક વ્યક્તિ ખૂબ જ સાંકડા રસ્તા પરથી બુલેટ લઈને બીજી બાજુ આવે છે.

જો આ વ્યક્તિથી જરાક પણ ભૂલ થઈ હોત તો તે વ્યક્તિ બુલેટ સાથે સીધો પાણીમાં ખાબક્યો હોત. પરંતુ બુલેટ ચાલક વ્યક્તિના ગજબ બેલેન્સ ના કારણે તે ખૂબ જ આરામથી આ રસ્તો પસાર કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by RVCJ Media (@rvcjinsta)

આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર rvcjinsta નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં 33 લાખથી પણ વધારે લોકોએ જોયો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ખતરો કે ખિલાડી…! આ બુલેટ ચાલકનો સ્ટંટ જોઈને તમારો શ્વાસ પણ અધ્ધર થઈ જશે – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*