કોરોના ની ત્રીજી લહેર ને લઈને સી.આર.પાટીલે આપ્યું મહત્વનું નિવેદન,કહ્યુ કે…

Published on: 3:49 pm, Fri, 22 October 21

ભારતમાં વેક્સિનના સો કરોડ કરતાં પણ વધારે ડોઝ અપાય ચૂક્યા છે. નવસારી ના કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે દાવો કર્યો છે કે, આજે નિષ્ણાંતો પણ કહેતા થયા છે ત્રીજી લહેર નહીં આવે અને આવે તો તેના માટે સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે.

સો કરોડ વેક્સિન નો લક્ષ્યાંક પાર કરતા જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરના સેકટર 2 માં આવેલા અર્બન હેલ્થ સેન્ટર માં જઈને આરોગ્ય કર્મચારીઓનું મો મીઠું કરાવીને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અને આરોગ્ય કર્મચારીઓને અભિનંદન આપ્યા હતા.

સી.આર.પાટીલે કહ્યું હતું કે, આ વેક્સિનના કારણે જે ત્રીજી લહેર ની વાત કરતા હતા તેમાં આજે નિષ્ણાંતો કહેતા થયા છે કે ત્રીજી લહેર નહીં આવે. આવે તો તેના માટે સરકાર પૂરી રીતે તૈયાર છે. વહીવટી તંત્ર તેના માટે સજાગ છે. અલગ-અલગ એનજીઓ પર ખૂબ મદદ કરી રહ્યા છે.

બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા એ જણાવ્યું કે, ભારતે જે ગતિથી 100 કરોડના આંકડાને ટચ કર્યો છે તે જ દર્શાવે છે કે અમારી સરકાર પ્રત્યેક વ્યક્તિની સુરક્ષા માટે પૂર્ણ રીતે સંકલ્પિત છે. ઐતિહાસિક ક્ષણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હૃદયથી શુભેચ્છા પાઠવું છું અને દરેક સ્વાસ્થ્ય કર્મચારીઓ અને જનતાને અભિનંદન આપું છું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના ની ત્રીજી લહેર ને લઈને સી.આર.પાટીલે આપ્યું મહત્વનું નિવેદન,કહ્યુ કે…"

Leave a comment

Your email address will not be published.


*