19માં માળેથી જીવ બચાવવા માટે કૂદ્યો વ્યક્તિ, પરંતુ મળ્યું મૃત્યુ- આ વીડિયો જોઈને કાળજુ કંપી ઉઠશે

Published on: 2:54 pm, Fri, 22 October 21

મુંબઈમાં લાલબાગ વિસ્તારની 60 માળની એક બિલ્ડીંગમાં આગ લાગી છે. મળતી માહિતી અનુસાર એવું જાણવા મળ્યું કે આગ એટલી ભીષણ આગ લાગી હતી કે બિલ્ડિંગમાં 17માં માળથી લઈને 25 માળ સુધી આગ ફેલાઇ ગઇ છે. મળતી માહિતી અનુસાર આ બિલ્ડિંગમાં અનેક મોટા બિઝનેસમેન પણ રહે છે.

આ બિલ્ડીંગનું નામ અવિઘ્ના પાર્ક છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યારે આગથી બચવા માટે એક વ્યક્તિ બિલ્ડીંગની બાલ્કની ની બહાર લટકી ગયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર આગથી બચવા માટે 19માં માળે ગ્રીલ પર એક વ્યક્તિ 10 મિનિટ સુધી લટકતો જોવા મળી રહ્યો છે. તે દરમિયાન તે વ્યક્તિનો હાથ અચાનક છૂટી જાય છે અને તે વ્યક્તિ 19માં માળેથી નીચે ખાબકે છે.

આ ઘટનામાં વ્યક્તિનું મૃત્યુ થયું છે. એવી જાણકારીઓ સામે આવી રહી છે કે બિલ્ડીંગની ફાયર સિસ્ટમ બે વર્ષથી બંધ હતી. પરંતુ બિલ્ડિંગના લોકોએ આ અંગે BMC ને કોઈપણ પ્રકારની જાણકારી આપી હતી.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં મૃત્યુ પામનાર વ્યક્તિ બિલ્ડીંગનો સિક્યુરિટી ઇન્ચાર્જ હતો. ઉપરાંત બિલ્ડિંગમાં આગ લાગવાના કારણે બિલ્ડિંગની અંદર અને બહાર ભારે અફરાતફરી મચી ગઇ હતી. બિલ્ડિંગમાં રહેતા લોકો પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડિંગમાંથી નીચે ઉતરી આવ્યા હતા.

જો લાગેલી આગ જલ્દીથી નહીં આવે તો ખૂબ જ મોટું નુકસાન થઈ શકે છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બિલ્ડિંગ માં લાગેલી આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "19માં માળેથી જીવ બચાવવા માટે કૂદ્યો વ્યક્તિ, પરંતુ મળ્યું મૃત્યુ- આ વીડિયો જોઈને કાળજુ કંપી ઉઠશે"

Leave a comment

Your email address will not be published.


*