કપાસના ભાવમાં તેજી નો માહોલ યથાવત, જાણો આજનો સૌથી ઊંચો કપાસનો ભાવ.

Published on: 3:38 pm, Fri, 19 March 21

ગઈકાલે ગુજરાત રાજ્યમાં કપાસની આવક માર્કેટયાર્ડમાં દોઢ લાખ મણ ની હતી. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે કડીમાં પણ જીનીગો બંધ થઈ રહી છે કારણ કે જીનર્સો ને માર્ચ એન્ડિંગ ને કારણે કપાસ ખરીદવામાં રસ રહ્યો નથી.

મહારાષ્ટ્રમાં 80 થી 90 ગાડી અને કાઠિયાવાડની 150 ગાડી કપાસની આવક હતી.મહારાષ્ટ્રમાં કપાસના ભાવ ₹1160 થી 1275 અને કાઠીયાવાડ ના કપાસના ભાવ ₹1160 થી 1280 બોલાયા હતા.

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડમાં ગઈકાલે કપાસની આવક ઘટી ને 55 થી 60 હજાર મણ ની હતી અને કપાસના ભાવ નીચામાં 1130 થી 1200 અને ઊંચામાં 1335 થી 1365 બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં આજે સારી ક્વોલિટીના કપાસના ભાવમાં ₹5 પડ્યા હતા.

અને નબળા અને મધ્યમ કવોલિટી ના કપાસના ભાવ માં ₹10 ઘટયા હતા. આજરોજ નો સૌથી ઊંચો કપાસનો ભાવ મહુવા માર્કેટ યાર્ડ માં હતો જ્યાં 1401 રૂપિયા જોવા મળ્યો હતો.

કપાસના ભાવ ની વાત કરવામાં આવે તો રાજકોટમાં 1130 થી 1330,અમરેલી માં 835 થી 1329,સાવરકુંડલા માં 1050 થી 1340,જસદણ 1180 થી 1311.

બોટાદ 1140 થી 1370, મહુવા 1087 થી 1401,ગોંડલ 1001 થી 1316,કાલાવડ 1000 થી 1291,જામજોધપુર 1080 થી 1280,ભાવનગર 1131 થી 1366,જામનગર 980 થી 1303 જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કપાસના ભાવમાં તેજી નો માહોલ યથાવત, જાણો આજનો સૌથી ઊંચો કપાસનો ભાવ."

Leave a comment

Your email address will not be published.


*