સૌરાષ્ટ્રની જામજોધપુર માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ આટલો મળતા કપાસની થઈ બમ્પર આવક

Published on: 4:31 pm, Thu, 15 October 20

સૌરાષ્ટ્રની જામજોધપુર માર્કેટ યાર્ડ મગફળી તેમજ કપાસની બમ્પર આવક ઊભી થવા પામી છે. માર્કેટ યાર્ડના પ્રમુખ દેવાભાઈ ભીમાભાઇ પરમારના જણાવ્યા અનુસાર, હાલ દૈનિક માર્કેટયાર્ડમાં 12000 થી 15000 ગૂણી સુધીની મગફળીની આવક થઈ રહી છે. મગફળી હાલમાં સૌરાષ્ટ્રના ખેડૂતો ખૂબ જ મોટા પ્રમાણમાં વેચી રહ્યા છે. જામજોધપુર માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ ₹1050 જેટલા મળી રહ્યા છે.

સૌરાષ્ટ્રની જામજોધપુર માર્કેટ યાર્ડમાં કપાસના વેચાણ માટે 12 થી 15 ટ્રક આવી રહ્યા છે અને તેના કારણસર માર્કેટિંગ યાર્ડ ધમધમી રહ્યું છે. કપાસના ભાવમાં જામજોધપુર માર્કેટયાર્ડ ₹1050 ની આસપાસ જોવા મળી રહ્યો છે ત્યારે માર્કેટીંગ યાર્ડના પ્રમુખ દેવાભાઇ પરમાર ની દેખરેખ હેઠળ.ધોરાજી થી માંડી ખેડૂતોને.

તમામ સુવિધા પૂરી પાડવાની કામગીરી ચાલી રહી છે. સૌરાષ્ટ્રના ખેડૂતોને મગફળી અને કપાસનો ભાવ સારો મળતા રાજીના રેડ જોવા મળી રહ્યા છે.

આ વર્ષે ખેડૂતોને વરસાદના કારણે ઘણું નુકસાન થયું છે. આ ખેડૂત માટે ખૂબ જ સારા સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!