ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી ને લઈને કોંગ્રેસે લીંબડી બેઠક પર જાહેર કર્યું ઉમેદવારનું નામ, જાણો લીંબડી બેઠક પર કોનું છે નામ?

Published on: 5:09 pm, Thu, 15 October 20

કોંગ્રેસના તમામ ઉમેદવારો આજરોજ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી ફોર્મ ભરવાના છે.એમેઝોન ફોર્મ ભરતી વખતે સિનિયર નેતાઓ પણ હાજર રહેશે અને ભાજપે ઉમેદવારોની જાહેરાત કર્યા બાદ કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોને ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસના તમામ ઉમેદવાર પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવશે ત્યારે લીમડી બેઠકને લઈ ને મોટા સમાચાર સામે આવ્યા છે.

જ્ઞાતિ વાતના સમીકરણો વચ્ચે કોંગ્રેસે લીમડી બેઠક પર ચેતન ખાચર નું નામ ઉમેદવારી માટે જાહેર કર્યું છે.કોંગ્રેસે અબડાસા બેઠક પરથી શાંતિલાલ સેંઘાણી, ધારી બેઠક પર સુરેશ કોટડિયા, કરજણ બેઠક પર કિરીટસિંહ રાણા, મોરબી બેઠક પરથી જયંતિ પટેલ અને ગઢડા બેઠક પરથી મોહન સોલંકી ને ટિકિટ આપી છે.

તો ડાંગ બેઠક પર સૂર્યકાંત ગાવીત અને કપરાડા બેઠક પર બાબુ વરઠા ને ટિકિટ મળી છે. અને આ વર્ષે કોંગ્રેસનો પલડું ભારે દેખાય છે.

આ વર્ષે પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને માટે લીમડા બેઠક ખૂબ જ આકરી પડી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!