ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને ટિકિટ ન મળતા જોડાયા ભાજપમાં

286

ગુજરાત રાજ્યમાં આગામી 3 નવેમ્બરે ખાલી પડેલી 8 વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજવા જઇ રહી છે. ચૂંટણી પહેલા ફરી એક વખત જ રાજકારણમાં તોડ-જોડ નીતિ શરૂ થઈ ગઈ છે.મોરબી બેઠક પર પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને તૈયારીઓમાં લાગી ગઈ છે.બંને પક્ષ દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે જો તે પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસને એક મોટો ફટકો પડયો છે. મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા ભાજપમાં જોડાઈ ગયા છે.

કિશોર ચીખલીયા જણાવ્યું કે, કોંગ્રેસમાંથી ટિકિટ ન મળી એટલે હું ખૂબ જ દુઃખી થઈ ગયો હતો અને મારી સાથે જે અન્યાય થયો છે, તે સહન ન કરી શકતા હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છે. હવે હું પણ વિકાસના કામોમાં સહભાગી થઈશ.જિલ્લા પંચાયતમાં હું મારા કાંડા ના જોરે જીત્યો હતો અને મારી જેવા તાકાતવાળા કાર્યકરની નોંધ લીધી નથી, તેથી હું ભાજપમાં જોડાયો છું.

કિશોર ચીખલીયા કોંગ્રેસના ટિકિટના મહત્વના દાવેદાર હતા. કિશોર ચીખલીયા ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો પડયો છે. આઇ.કે.જાડેજા આ અંગે નિવેદન આપતા જણાવ્યું કે,કોંગ્રેસમાંથી ભાજપમાં આવતા લોકોને કોઈ હોદ્દો આપવામાં આવતો નથી.

કોંગ્રેસના લોકો ભાજપમાં માત્ર કાર્યકર તરીકે જોડાય છે અને ચૂંટણી સમયે ભાજપ મા જોડાવા ઇચ્છતા લોકો નું સ્વાગત છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!