ગુજરાત રાજ્યમાં વાવાઝોડું અને ધોધમાર વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Published on: 3:46 pm, Thu, 15 October 20

ગુજરાત હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી સામે આવી છે.ગુજરાત રાજ્યમાં પવન ફૂંકાવા નો તો શરૂ થઇ ગયા છે ત્યારે હવે ફરીથી અંબાલાલ પટેલે વાવાઝોડાની આગાહી કરી છે. વરસાદને લઇ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી સામે આવી છે.16 અને 17 ઓક્ટોબર દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દુનિયા કિનારે વરસાદની સંભાવના ઓ સેવાય રહી છે.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળ છાયું વાતાવરણ રહેશે. દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.21 થી 25 ઓક્ટોમ્બરે બંગાળની ખાડીમાં લો પ્રેસર જશે અને ખાડીમાં લો પ્રેશરને લઇને ભારે ચક્રવાત આવવાની સંભાવના છે.આ વર્ષે વરસાદ નું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે.

21 ઓક્ટોમ્બર બાદનું વાવાઝોડું ભારે નુકસાન સર્જાશે અને 16 નવેમ્બર બાદ ના વાવાઝોડા દરિયાકિનારે ભારે ચક્રવાત પણ સર્જાશે.

જ્યારે સિઝનનો કુલ 135 ટકા કરતા વધુ સરેરાશ વરસાદ ખાબકી ચૂક્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!