ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ ના કેસો દિવસેને દિવસે સતત વધી રહ્યા છે. સરકાર અર્થતંત્ર ને પાટે ચડાવવા અનલૉક દ્વારા અલગ અલગ પ્રકારની છૂટછાટ આપી રહી છે. કેન્દ્રની અનલૉક 5 ની માર્ગદર્શિકા મુજબ શાળાઓ 15 ઓક્ટોબર બાદ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે તેમ છતાં રાજ્યની પરિસ્થિતિ જોતા સરકારે શાળાઓ કોલેજો ન ખોલવા હાલ માં મક્કમ છે. આપને જણાવી દઇએ કે છેલ્લા કેટલાક મહિનાથી શાળાઓ અને કોલેજો બંધ હોવાથી સરકાર અને વાલીઓને બાળકોનું ભવિષ્ય ખોરવાઈ નહીં તેની ચિંતાઓ છે.
શાળા સંચાલકો ઇચ્છી રહ્યા છે કે દિવાળી બાદ શાળાઓ ખોલવામાં આવે એની સાથે શિક્ષણ વિભાગના કેટલાક અધિકારીઓ ઈચ્છી રહ્યા છે કે દિવાળી બાદ શાળા ખોલવામાં આવે કારણકે બાળકોનું અભ્યાસક્રમને લઇને સરકારને અને વાલીઓને ખૂબ જ ચિંતા છે.સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છેરાજ્યની રૂપાણી સરકારે શાળાઓ ડિસેમ્બર સુધી નહીં ખોલવાનું મૂડ બનાવી નાખ્યું છે.
કારણ કે હજી સુધી કોરોનાવાયરસ ની વેક્સિન આવી નથી.કોરોનાવાયરસ ની વેક્સિન 2021 ના શરૂઆતમાં આવે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. ત્યારે રાજ્ય સરકાર ઇચ્છે છે કે શાળાઓ ડિસેમ્બર બાદ ખોલવામાં આવે.જેના કારણસર બાળકોમાં કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય.
રાજ્યસરકાર ઇચ્છે છેડિસેમ્બર સુધી શાળાઓનો ખોલવામાં આવે પણ અધિકારીઓ અંદર ગણગણાટ કરી રહ્યા છે. આવશે કોરોના ના કારણે વિદ્યાર્થીનું ભવિષ્ય ખૂબ જ જોખમ માં પડ્યું છે. અને ફી બાબતે શાળા ખૂબ જ વિરોધ પણ થયો છે.
જો બધી જ વસ્તુઓ માં છૂટછાટ આપવામાં આવતી હોય અને જાહેરમાં કાર્યક્રમો માટે પણ પરવાનગી આપવામાં આવતી હોય તો શાળાઓ શા માટે ચાલુ કરવામાં ન આવે.
પરંતુ રૂપાણી સરકાર નું મકાન હોવાથી ડિસેમ્બર બાદ શાળા ખોલવાનું રાજ્ય સરકાર પ્લાનિંગ કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!