સમગ્ર દેશમાં કોરોના વાયરસના સંક્રમણ ફેલાવવાના કારણસર પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ભારત સહિત અનેક દેશો કોરોના વાઇરસની રસી શોધવા માટે મહેનત કરી રહ્યા છે. આ સમય જોતા કોરોનાવાયરસ ને લઈને ભારત માટે મોટી આગાહી કરવામાં આવી છે જે આગાહી માં કહેવામાં આવ્યું છે કે જો 2021 સુધીમાં કોરોનાની વેક્સિન નહીં બને તો ભારતમાં દરરોજ ના ત્રણ લાખથી વધારે કેસ આવશે આ આગાહી MIT એ તેના રિસર્ચમાં દાવો છે.
MIT ના રિસર્ચ અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે જો 2021 સુધીમાં કોરોનાથી બચવા માટેની કોઈ વેક્સિન બનાવવામાં નહીં આવે ભારત સહિત અનેક દેશોમાં કોરોનાવાયરસ બહુ જ મોટું રૂપ લેશે આ ઉપરાંત તેને વધારે કહેતાં કહ્યું છે કે ભારત જેવા દેશમાં 2021 માં દરરોજના ૩ લાખ જેટલા કોરોના પોઝિટિવ કેસ આવે અને સ્થિતિ બહુ જ ખરાબ થવાની છે તેઓ ઇન્સ્ટિટયૂટ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
MIT ના મેનેજમેન્ટ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકામાં દરરોજ 95400,દક્ષિણ આફ્રિકા માં 20600,ઈરાન માં 17000, ઈન્ડોનેશિયા માં 13200, બ્રિટનમાં 4200 કેસ સામે આવે છે.