પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં લેવાયો મોટો નિર્ણય…. જાણો વિગતે

497

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ સાથેની થયેલી બેઠકમાં હાલની પરિસ્થિતિ જોતા સરકાર શ્રી દ્વારા ભારતની જનતા માટે લેવાયા છે મોટા પાંચ નિર્ણયો જે આપણે નીચે વિગતવાર જણાવીશું.

1 લાખ 15 હજાર ઘર બનશે.

કેન્દ્રીય મંત્રી આવાસ યોજના હેતલ ગરીબ મજૂરોને ઘર ભાડે આપવામાં આવશે.1.08 લાખ થી પણ વધારે મજૂરો ને ઘર ભાડે થી સરકાર શ્રી દ્વારા આપવામાં આવશે. આ ઉપરાંત શહેરી ગરીબો અને પ્રવાસી માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 600 કરોડ ના ખર્ચે 1 લાખ 15 હજાર ઘર બનશે.

ગરીબ કલ્યાણ અન્ન યોજના ના વિસ્તારને મંજૂરી

કેબિનેટ મીટિંગમાં ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મુદત નવેમ્બર મહિના સુધી વધારવામાં આવેલ છે. ગરીબ લોકોને નવેમ્બર મહિના સુધી સરકાર શ્રી દ્વારા ફ્રીમાં આપવામાં આવશે જોકે પહેલાં જ માનનીય પ્રધાનમંત્રીશ્રી જાહેરાત કરી દીધેલ છે. આ રાશન પ્રધાનમંત્રી ગરીબ યોજના હેઠળ આપવામાં આવશે.