ભારતીય સેના માટે સુરક્ષાના ભાગરૂપે લેવાયો મોટો નિર્ણય…. જાણો થોડું વધારે

Published on: 10:53 am, Thu, 9 July 20

ભારતીય સેના માટે સુરક્ષાના ભાગરૂપે તેમના સ્માર્ટફોનમાંથી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટિક ટોક જેવી એપ ડિલીટ કરવા માટે આદેશ થયા છે. ભારતીય સેના દ્વારા આવી 89 એપ નું લિસ્ટ જાહેર કરવામાં આવેલ છે. જે આ એપને સૈનિકોને પોતાના સ્માર્ટફોનમાં થી ડિલીટ કરવી પડશે. આ માટેનું કારણ એટલું જ છે કે સૈનિકો માટેની જાણકારી લીક ન થાય તે માટે ડીલીટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સેના ને જે એપ ડિલીટ કરવા કહું છે તેમાં ટિક ટોક, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, પબ્જી જેવી પોપ્યુલર એપ ડિલીટ કરવાના પણ સેના ના મોટા અધિકારી ઓ દ્વારા આદેશ મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે ચીન અને ભારત વચ્ચે સરહદી વિવાદ ના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ બહુ મોટો નિર્ણય લેતા ચાઈનીઝ 59 એપ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જે એપ માં ટિક ટોક, હેલો એપ જેવી અનેક એપ ઉપલબ્ધ હતી.