કોરોના ના સંક્રમણ ને ફેલાતો અટકાવવા માટે સરકાર દ્વારા રચાયો મોટો પ્લાન…. જાણો વિગતવાર

1332

સરકારી સુચના મુજબ ભાવનગર મહાનગરપાલિકા ના દરેક અર્બન હેલ્થ સેન્ટર પર કોરોના સંક્રમણ ને અટકાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન કોરોના સંક્રમણ અટકાવવામાં મહાનગરપાલિકા કંઈક અંશે નિષ્ફળ નીવડી છે. વાઇરસનો ફેલાવો અટકાવવા માટે વિશેષ ટીમનું ચોક્કસ પણે અત્યંત ઝીણવટ ભર્યુ સુપરવાઇઝર થાય તે વધારે જરૂરી છે. આ માટે જિલ્લા કલેકટર દ્વારા વર્ગ-૧ના અધિકારીઓ અને તેના માટે સુપરવાઇઝર અલગ-અલગ અધિકારીઓની નિમણૂક કરવામાં આવેલ છે.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વર્ગ-૧ના અધિકારીઓ પ્રમાણે UHC ના અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. અધિકારીઓ માટે UHC સર્વે માટેનું પ્લાનિંગ કરવામાં આવેલ છે.

માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન માં જરૂરી આવશ્યક ચીજવસ્તુ ઉપરાંત ઉકાળા, વિટામીન સી ની ગોળીઓ તેમજ અન્ય આયુર્વેદિક દવાઓ ટાઈમસર મળે છે કે નહીં તે જોવાનું રહેશે. દરરોજનું અલગ-અલગ પત્ર તૈયાર કરીને કલેકટર ઓફિસે જિલ્લા કલેક્ટરને રજૂ કરવાનો રહેશે. વધુમાં વધુ લોકો પાસે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવી ને તે લોકોને આ એક વિશે જાણકારી આપવાનું કામ આ ટીમ દ્વારા કરવામાં આવશે.