કોરોનાવાયરસ ની કહેર વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે આપી ધમકી ભરી ચેતવણી ….. જાણો વિગતે

Published on: 4:35 pm, Thu, 9 July 20

કોરોનાવાયરસ ની કહેર હોવા છતાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્કૂલો ચાલુ કરી દેવા માટે હુકમ આપેલો છે. જો શિક્ષકો દ્વારા શાળા કે કોલેજ ચાલુ કરવામાં નહીં આવે તો તે સ્કૂલના ફંડ ને રોકી દેવામાં આવશે.

ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જ ફરિયાદ કરી હતી કે પોતાના સાર્વજનિક સ્વાસ્થ્ય સુરક્ષા દિશા નિર્દેશ અયોગ્યઅને ખૂબ જ મોંઘા છે. તેના થોડાક દિવસ પહેલા જ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પૈસેં એ જાહેરાત કરી દીધી હતી કે રોગ નિયંત્રણ માટે આવતા સપ્તાહે નવી ગાઇડલાઇન જાહેર કરી દેવામાં આવશે.

પૈસ એ કહ્યું કે નવી ગાઈડ લાઇન આવતા એક અઠવાડિયા જેટલો સમય લાગશે જેથી શાળા માટે ઘણું સારું રહેશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ત્યાંના સ્થાનિક અધિકારીઓ ઉપર દબાણ વધાર્યું છે છતાંય ન્યૂયોર્ક શહેર એ જણાવ્યું છે કે તેમના વિદ્યાર્થીઓ એક અઠવાડિયામાં બેથી ત્રણ વખત ક્લાસમાં આવશે અને વચ્ચે વચ્ચે ઓનલાઈન ક્લાસ દ્વારા તેનું શિક્ષણ પૂરું પાડવામાં આવશે.

આપણે જણાવી દઈએ કે અમેરિકામાં કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ ૩૧ લાખ પણ વધારે છે જેમાં દોઢ લાખથી પણ વધારે માણસો એ પોતાનો જીવ ગુમાવ્યો છે.

Be the first to comment on "કોરોનાવાયરસ ની કહેર વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે આપી ધમકી ભરી ચેતવણી ….. જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*