સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત શહેરની પરિસ્થિતિ અમદાવાદ જેવી કફોડી ન થાય તે માટે સુરત મહાનગરપાલિકા જોર શોર થી કામ કરી રહ્યું છે. પહેલા પણ અગ્ર સચિવ ના હુકમ થી સુરતમાં પાન- માવા ના ગલ્લા બંધ કરવા ઉપરાંત હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોનાનો ડર વેપારીઓને એટલો સતાવે છે કે રાત્રે વહેલા દુકાનો બંધ કરીને તે લોકો ઘરે ભાગી જાય છે.
હાલના સમયમાં વેપારી પાસે એવું કોઈ ખાસ કામ કાજ હોતા નથી અને આ ઉપરાંત બહારગામથી પણ વેપારીઓ દ્વારા ખરીદી ઓછી થઈ ગઈ છે. કેમ કે અન્ય રાજ્યોમાં બધા જ ધંધાની શરૂઆત થઇ નથી. નાનું-મોટું કામ પતાવીને વેપારીઓ રાત્રે વહેલા ઘરે વયા જાય છે.
સરકારશ્રી ની ગાઈડલાઈન મુજબ ટેક્સટાઇલ માર્કેટમાં કોરોના પોઝિટિવ કેસ આવે તે માર્કેટની એક આખી હરોર બંધ કરવાના સરકાર શ્રી દ્વારા આદેશ આપવામાં આવેલ છે.