સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ આ ઉમેદવારોને આપશે ટિકિટ.

Published on: 9:20 pm, Tue, 5 January 21

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થઈ નથી છતાં પણ ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ પોતપોતાની રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે.કોંગ્રેસ દ્વારા ચૂંટણી ને લઇને બેઠકોનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ.

ગુજરાતની મુલાકાતે આવ્યા છે.કોંગ્રેસના આગેવાનો અને નેતાઓ સાથે બેઠક કરીને ચૂંટણી માં કયા લોકોને ટિકિટ આપવી તે બાબતે ચર્ચા વિચારણા શરૂ કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ રીપિટ થિયરી અપનાવવાનો વિચાર કરી રહી છે.

કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ છેલ્લા પાંચ વર્ષમાં જનતાની સાથે રહીને જનતાના કામ કર્યા હશે અને પક્ષના કામ કર્યા હશે તેવા લોકોને ટિકિટ આપવામાં આવશે તેવું પ્રદેશ કોંગ્રેસ ના પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું છે.

પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ એ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં સારું કામ કર્યું છે કે, લોકોની સાથે જોડાયેલા છે અને પાર્ટીના તમામ કામ માં જેનો સહયોગ રહ્યો હોય તેવા લોકોને ફરીથી રિપિટ કરવાની અમે માર્ગદર્શિકા જારી કરેલ છે.તેમના આ નિવેદન થી સ્પષ્ટ કર્યું છે.

કે,પાર્ટી વિરુદ્ધ કામ કરનારાઓ અને નિષ્ક્રિય રહેલા પ્રતિનિધિને ટિકિટ આપવામાં આવશે નહીં.ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પહેલા જ ભાજપ દ્વારા કોંગ્રેસના ગઢમાં ગાબડા પાડવામાં આવી રહ્યા છે. રાજ્યમાં અલગ અલગ જગ્યા પર કોંગ્રેસના કાર્યકર્તાઓ અસંતોષના.

કારણે ભાજપની સાથે જોડાયા હોય તેવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે. રાજીવ સાતવ ના નિવેદન થી સ્પષ્ટ થઈ ગયું છે કે, કોંગ્રેસ આ વખતે નિષ્ક્રિય રહેલા નેતાઓને રિપીટ કરશે નહિ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!