ગુજરાત રાજ્યના હજારો શિક્ષકોને લઈને શિક્ષણ વિભાગે લીધો મોટો નિર્ણય, શિક્ષકોને થશે આ મોટો ફાયદો

246

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના તમામ શિક્ષકો કર્મચારીઓને ફાજલ તરીકેનું કાયમી રક્ષણ આપવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.હવે પછી નવી નિમણૂક પામનાર કોઈપણ અનુદાનિત માધ્યમિક અને.

ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક કર્મચારી ને વર્ગ શાળા બંધ થવાના કારણે નોકરી ગુમાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં.ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું કે,મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વવાળી.

સરકારે શિક્ષકો અને કર્મચારીઓના હિતલક્ષી અનેક નિર્ણયો કર્યા છે. શિક્ષકોને કર્મચારી દ્વારા કરાયેલી રજૂઆતને ધ્યાનમાં રાખીને રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીએ વધુ એક શિક્ષકોના હિત માટે નિર્ણય લીધેલ છે.હવેથી બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને.

ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોની ભરતી વર્ષ 2011 થી કેન્દ્રીયકૃત રીતે મેરીટના આધારે કરવામાં આવે છે. શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા, ટાટ પરીક્ષા, લાયકાત, પગારધોરણ તેમજ કામગીરી એક સમાન હોય તેઓ નિર્ણય કરવામાં આવ્યો છે.

આ નિર્ણયના પરિણામે ખાલી પડતી જગ્યા પર નવેસરથી નિમણૂક કરવાના બદલે ફાજલ શિક્ષક નિમણુક કરવામાં હવે તો જગ્યા ભરવાની લાંબી પ્રક્રિયામાંથી બચી શકશે અને તૈયાર થયેલ અનુભવી શિક્ષક ને કામ આપી શકશે અને શાળાઓને ઝડપથી શિક્ષકો મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!