ખેડૂતોની ટેકટર રેલીને લઇને આવ્યા મોટા સમાચાર, હવામાનના કારણે બદલી આ તારીખ

Published on: 9:48 pm, Tue, 5 January 21

નવા કૃષિ કાયદાને મહિના કરતાં પણ વધારે સમયથી વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠન 6 જાન્યુઆરી ટેક્ટર રેલીનું આયોજન કર્યું હતું. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં લઈને તેમને ટેકટર રેલીની તારીખમાં બદલાવ કર્યો છે. ખેડૂતોની ટેકટર રેલી હવે 6 જાન્યુઆરી ના બદલે 7 જાન્યુઆરી નીકળશે.

7 જાન્યુઆરી ના રોજ સવારે 11 કલાકે એક્સપ્રેસ હાઇવે ઉપર ખેડૂતો ચાર તરફથી ટેકટર રેલી યોજશે અને કુંડલી બોર્ડર, ટિકરી બોર્ડર, ગાજીપુર બોર્ડર અને રેવસનથઈ પલ્લવલ તરફ ટેકટર રેલી નીકળશે. યોગેન્દ્ર યાદવે કહ્યું કે 26 જાન્યુઆરીના દિવસે દેશમાં જે ઐતિહાસિક ગણતંત્ર પરેડ જોવા મળશે.

તેનું ટ્રેલર 7 જાન્યુઆરીએ દેખાશે.બે અઠવાડિયા માટે દેશ વ્યાપી જાગરણ અભિયાન ચલાવવામાં આવશે.જેમાં દેશના દરેક ખૂણામાં પ્રદર્શન શરૂ થઈ ગયા છે. આ પ્રદર્શનને વધારે ઉગ્ર કરવામાં આવશે જેમાં એ વાતનું ખંડન કરી શકાય કે ખેડૂત આંદોલન માત્ર પંજાબ અને હરિયાણા નું છે.

ખેડૂત સંગઠનો દ્વારા 26 જાન્યુઆરીના રોજ ટેકટર રેલી યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે અને દેશભરમાં ખેડૂતોને તેમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે. જો સરકારને ખેડૂતો વચ્ચે 8 જાન્યુઆરીએ કોઈ સમાધાન ન થયું તો 26 જાન્યુઆરીએ ટેકટર આંદોલન જોવા મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!