ગુજરાત કોંગ્રેસના આ દિગ્ગજ નેતા પાસેથી કોંગ્રેસે ખેંચી લીધું તેમનું પદ, જાણો કારણ.

Published on: 9:22 am, Wed, 6 January 21

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે સોમવારે પાર્ટીના નેતૃત્વને વિનંતી કરી હતી કે, તેમને બિહારના પ્રભારી પદ થી મુક્ત કરવામાં આવે અને કોઈ નાની જવાબદારી સોંપવામાં આવે. તેમની વિનંતીને સાંભળી તેઓને આ પદ માંથી મુક્ત કરવામાં આવ્યા છે.

શક્તિસિંહ ગોહિલ ની ઈચ્છા ને અનુલક્ષીને પક્ષે તેમને બિહારના પ્રભારી પદ પરથી મુક્ત કરી દીધા છે. તેમના સ્થાને ભકત ચરણ દાસ ને બિહારના પ્રભારી પદે નિમવામાં આવ્યા છે. દાસ હાલ મિઝોરમ અને મણિપુરમાં પક્ષના પ્રભારી છે. શક્તિસિંહ ગોહિલ દિલ્હીમાં પક્ષના પ્રભારી બની રહેશે.

અને આ અંગેની માહિતી કોંગ્રેસ સંગઠનના જનરલ સેક્રેટરી કેસી વેણુહોપાલે નિવેદન જાહેર કર્યું હતું.શક્તિસિંહ ગોહિલે સોમવારે ટ્વિટ કરી કહ્યું હતું કે, વ્યક્તિગત કારણો સર મેં કોંગ્રેસ હાઇકમાન્ડને વિનંતી કરી છે કે અમુક જવાબદારીઓ ઘટાડવામાં આવે અને.

બિહારના પ્રભારી પદે થી મુક્ત કરવામાં આવે અને તેઓએ અમુક નેતાઓ ને ટેગ પણ કર્યા હતા.શક્તિસિંહ ગોહિલે સોમવારે ટ્વિટ કરી કહ્યું હતું કે, વ્યક્તિગત કારણો સર મેં કોંગ્રેસ હાઇકમાન્ડને વિનંતી કરી છે કે અમુક જવાબદારીઓ ઘટાડવામાં આવે અન.

બિહારના પ્રભારી પદે થી મુક્ત કરવામાં આવે અને તેઓએ અમુક નેતાઓ ને ટેગ પણ કર્યા હતા.ગત વર્ષ દરમિયાન બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સારું પ્રદર્શન કરી શકી ન હતી. ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાયેલી ચૂંટણીમાં 243 સભ્યોની વિધાનસભાની.

ચૂંટણીમાં 70 બેઠક પર લડવા છતાં માત્ર 19 બેઠક પર કોંગ્રેસે જીત મેળવી હતી.કોંગ્રેસના ખરાબ પ્રદર્શનના કારણે જ મહાગઠબંધન અમુક બેઠકના અંતરથી રાજ્યમાં પોતાની સરકાર બનાવી શક્યું ન હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!