કોરોના મહામારી વચ્ચે 18 જાન્યુઆરીથી રાજ્યમાં ખુલશે શાળા-કોલેજ, રાજ્ય સરકારે આપ્યા મોટા આદેશ

Published on: 9:39 am, Wed, 6 January 21

કોરોના મહામારી ના કારણે છેલ્લા કેટલાક સમયથી શાળાઓ અને કોલેજો બંધ છે.જોકે કેટલાક રાજ્યોમાં શાળા અને કોલેજ ખોલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારે રાજસ્થાનની સરકારે એલાન કર્યું છે કે આગામી 18 જાન્યુઆરી થી શાળા-કોલેજ ખોલવામાં આવશે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે દેશ અને પ્રદેશમાં કોરોના સ્ટ્રેન ના કેસો સામે આવવા એ ચિંતાનો વિષય છે. તેના પ્રતિ કોઈપણ લાપરવાહી કરવી એ મોટું સંકટ ઊભું કરી શકે છે. જેને ધ્યાનમાં લઇને બ્રિટેન માંથી આવનાર યાત્રીઓ નું વિશેષ નજર રાખવામાં આવે છે.

મુખ્યમંત્રી અશોક ગેહલોતે મંગળવારના રોજ મુખ્યમંત્રી નિવાસ પર વીડિયો કોન્ફરન્સથી કોરોના ની સમીક્ષા કરી રહ્યા હતા. તેઓએ વીડિયો કોન્ફરન્સથી કોરોના ના નવા કેસો ને લઇને મહત્વપૂર્ણ વાત કરી હતી અશોક ગેહલોતે કહ્યું કે

નવા કોરોના કેસના કારણે ઇંગ્લેન્ડમાં જે રીતે ભયાનક સ્થિતિ ઉભી થઈ ગઈ છે અને ત્યાં ફરી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને તેની પાસેથી શીખી લેતા આપણે પણ વિશેષ તકેદારી રાખવાની આવશ્યકતા છે.તંત્રની સારી કામગીરી તેમ જ દેશની જનતાના સહયોગથી

રાજસ્થાનમાં કોરોના ની સ્થિતિ ઘણી નિયંત્રણમાં છે અને રિકવરી રેટ વધીને અત્યાર સુધીના સર્વોચ્ચ 96.31 ટકા થઈ ગયો છે. કેટલાક જિલ્લામાં પોઝિટિવ કેસ શૂન્ય હોવાનું સાથે જ અન્ય જિલ્લામાં પણ ઘણી સ્થિતિ સારી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના મહામારી વચ્ચે 18 જાન્યુઆરીથી રાજ્યમાં ખુલશે શાળા-કોલેજ, રાજ્ય સરકારે આપ્યા મોટા આદેશ"

Leave a comment

Your email address will not be published.


*