ભારતમાં કોરોનાની મહામારી વચ્ચે દેશની જનતાને મોંઘવારીની મહામારી ભોગવવી પડે છે. ભારતમાં વધતી મોંઘવારી સામાન્ય માણસ માટે એક ચિંતાનો પ્રશ્ન બની ગઇ છે. સતત વધતી મોંઘવારીના કારણે લોકોનું બજેટ વિખરાઈ ગયું છે. ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત ટ્વિટ કરીને નરેન્દ્ર મોદીની સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.
ટ્વીટ્સ ગાંધીએ સરકાર દ્વારા જે ટેક્સ વસુલવામાં આવે છે તે મુદ્દા પર મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ ટ્વિટર પર ટ્વિટ કરીને કહ્યું કે દેશમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મોંઘી થઇ રહી છે. સામાન્ય માણસો હેરાન થઇ રહ્યા છે.
પરંતુ શું આ વસ્તુઓનો થોડો ફાયદો નાના ઉત્પાદકો, સામાન્ય જનતા, ખેડૂતો અને દુકાનદારો ને થઈ રહ્યો છે? આ ઉપરાંત રાહુલ ગાંધીએ કહ્યુ કે મોદી સરકાર દ્વારા અંધાધુન ટેક્સ વસુલવામાં આવે છે તેના કારણે સતત મોંઘવારી વધી રહી છે.
ગઇકાલે પણ રાહુલ ગાંધીએ મોંઘવારી, ખેડૂત આંદોલન અને પેગાસસના મુદ્દાઓને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યા હતા. ના ઉપરાંત રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર સંસદના સમય વેડફી રહી છે.
તેમજ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યુ કે સંસદમાં કાર્યવાહી સમયે પણ વિપક્ષના નેતા ને બોલવાથી રોકવામાં આવે છે. આ સમગ્ર મામલા પર રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું.
દેશમાં સતત મોંઘવારી વધવાને કારણે મોટાભાગના રાજ્યોમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે કોરોનાની મહામારી હજુ સમાપ્ત નથી થઇ. ત્યારે આવા સમયે સરકાર દ્વારા સતત જીવન જરૂરિયાતની વસ્તુઓ ના ભાવ વધારવામાં આવી રહ્યા છે. જેના કારણે લોકોના ખિસ્સા ખાલી થઈ ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!