રાજકીય ક્ષેત્રે ગરમાવો: NSUI પ્રમુખ સહિત 100થી વધુ કોંગ્રેસ સમર્થકોએ પકડ્યું ઝાડુ

77

ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો વચ્ચે હલચલ વધી ગઈ છે અને રાજકીય પક્ષોએ ચૂંટણી ની તૈયારી અત્યારથી જ શરૂ કરી દીધી છે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપને સારી એવી ટક્કર આપી શકે છે.

આમ આદમી પાર્ટી નું કાર્ય જોઈએ તો ગુજરાતમાં આમ આદમી પાર્ટી નો વર્ચસ્વ દિવસેને દિવસે વધી રહ્યું છે. ઘણા ગામડાઓ, અલગ અલગ જિલ્લાઓ, અલગ-અલગ તાલુકાઓ અને શહેરના લોકો સાથે સામાજિક અગ્રણીઓ અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ થી કંટાળેલા લોકો આમ આદમી પાર્ટીમાં દિવસેને દિવસે જોડાઈ રહ્યા છે.

આમ આદમી પાર્ટીમાં દિવસેને દિવસે મોટી સંખ્યામાં લોકો જોડાતા આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂત બની રહી છે અને આગામી સમયમાં પણ આમ આદમી પાર્ટી ગુજરાતમાં સારો એવો વર્ચસ્વ જમાવી શકે છે.

આ ઉપરાંત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા, ઈશુદાન ગઢવી, મહેશ સવાણી, વિજય સુવાળા અને પ્રવિણ રામ અલગ-અલગ ગામડાઓમાં જઇને લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવી રહ્યા છે.

અને ગામડાઓમાં સહજ સંવેદના કાર્યક્રમ પણ કરી રહ્યા છે. ત્યારે હવે પંચમહાલ જિલ્લાના પ્રમુખ શ્રી દિનેશભાઈ બાબરીયા ના આયોજનથી આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી શ્રી જયેશ સંગડાના નેતૃત્વમાં સ્ટેટ એક્ઝિક્યુટિવ કમિટી સોશિયલ મીડિયા મેમ્બર મુક્તિ જાદવ.

અને વિશાલ જાદવ NSUI પંચમહાલ જિલ્લા પ્રમુખ કોંગ્રેસ જોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આ ઉપરાંત તેઓ તો સમર્થકોને પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!