ગુજરાતની રૂપાણી સરકારે રાત્રે કરફ્યુ ને લઈને ફરી એક વખત લીધો મોટો નિર્ણય, જાણો શું બહાર પાડ્યું જાહેરનામું?

Published on: 2:44 pm, Fri, 30 July 21

ગુજરાતમાં કોરોના ની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ હતી પરંતુ હાલમાં ગુજરાતમાં કોરોના કેસ ખૂબ જ ઓછા આવી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારે આજરોજ રાત્રિ કરફ્યુ ને લઈને જાહેરનામુ બહાર પાડયું છે. આ જાહેરનામું આવતી કાલથી રાજ્યમાં લાગૂ થશે.

ગુજરાતની રૂપાણી સરકાર ના નિર્ણય મુજબ આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ નો સમય એક કલાક વધારી દેવામાં આવ્યો છે અને હવે રાત્રી કર્ફ્યુ નો સમય 11:00 થી સવારના 6.00 સુધી રહેશે.

આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સાર્વજનીક ગણેશોત્સવમાં વધુમાં વધુ 4 ફુટ ની પ્રતિમા લાવવા માટેની છૂટ પણ આપવામાં આવી છે. આ તમામ નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણી ના અધ્યક્ષસ્થાને યોજાયેલી કોર કમિટીની બેઠકમાં લેવાયા હતા.

આ ઉપરાંત 8 મહાનગરમાં હોટલ અને રેસ્ટરૂમમાં હવે રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકો છો. રાજ્યમાં સતત કોરોના ના કેસ ઘટતાં રાજય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત જાહેર કાર્યક્રમમાં હવે 400 લોકો હાજર રહી શકે છે. અગાઉ 200 લોકો ની મંજૂરી હતી પરંતુ તેમાં સુધારાવધારા થયા છે.

આ ઉપરાંત જે બંધોમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય તે કુલ બેઠક ક્ષમતા ના 50% પરંતુ મહત્તમ 400 લોકોની મર્યાદાથી કાર્યક્રમ યોજી શકે છે. આ તમામ નવી છૂટછાટ 31 જુલાઈથી લાગુ થશે.

પરંતુ રાજ્ય સરકાર દ્વારા 400 વ્યક્તિને છૂટ આપવા નિર્ણયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 400 લોકો ની પરમિશન લગ્ન પ્રસંગ માટે નહીં મળે. સરકાર દ્વારા લગ્ન પ્રસંગ માટે માત્ર 150 લોકોની જ મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત વર્ણનના પ્રસંગમાં 40 લોકોની સરકારે મંજૂરી આપી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતની રૂપાણી સરકારે રાત્રે કરફ્યુ ને લઈને ફરી એક વખત લીધો મોટો નિર્ણય, જાણો શું બહાર પાડ્યું જાહેરનામું?"

Leave a comment

Your email address will not be published.


*