ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી વિરુદ્ધ કોંગ્રેસે કરી ફરિયાદ, જાણો સમગ્ર ઘટના

242

ગુજરાત રાજ્યમાં ખાલી પડેલી 8 વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણી 3 નવેમ્બરેને રોજ યોજાવાની છે. ગુજરાત રાજ્યમાં પેટા ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. ભાજપને કોંગ્રેસ પક્ષ પલટા થી લઈને દારૂ મુદ્દે એકબીજા ઉપર આક્ષેપો કરી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસે મુખ્યમંત્રી રૂપાણી અને ભાજપ વિરુદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. કોંગ્રેસના મુખ્યમંત્રી રૂપાણી અને ભાજપ વિરોધ ફરિયાદ કરતા ભાજપ મૂંઝવણમાં પડ્યું.

કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી ના અવાજમાં મૂકવામાં આવેલી કોલર ટ્યુન ને લઈને ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે.ચૂંટણી સમયે કોલર ટ્યુન મુકતા કોંગ્રેસે ફરિયાદ કરી છે જેમાં ભાજપ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી છે.

કોંગ્રેસે ચૂંટણી પંચ માં ફરિયાદ કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. નોધનીય છે કે થોડા દિવસો બાદ જ પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે.આ વખતે પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને.

ભાજપ વચ્ચે કટોકટી થઈ શકે છે. એવામાં ભાજપના કાર્યકર્તા કોંગ્રેસમાં જોડાતા ભાજપ માટે ખરાબ સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!