પેટા ચૂંટણીના પ્રચાર દરમ્યાન ભાજપના આ દિગ્ગજ નેતા ની ગેરહાજરીને લઇને પ્રદિપસિંહ જાડેજા આપ્યું મહત્વનું નિવેદન

Published on: 10:03 pm, Fri, 23 October 20

પેટા ચૂંટણીના પ્રચારમાં દારૂબંધી પર આક્ષેપ પ્રતિ આક્ષેપ રહી રહા છે. કોંગ્રેસના દારૂ ના હપ્તા ઉપર સુધી પહોંચે છે એવા નિવેદન બાદ પ્રદિપસિંહ જાડેજાએ કોંગ્રેસ પર પલટવાર કર્યો હતો.પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે રાજ્યમાં દારૂબંધી માટે કેટલીક કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. કોંગ્રેસના સરકારમાં દારૂના પીઠા ચાલતા હતા અને આ સિવાય ચૂંટણી પ્રચારમાં જીતુ વાઘાણી ની ગેરહાજરી અંગેના સવાલ પર વાઘાણી ની તબિયત નાદુરસ્ત હોવાનું જણાવી સવાદ ટાળ્યો હતો.

ગુજરાત રાજ્યમાં ખાલી પડેલી આઠ બેઠકોની પેટાચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાવાની છે.પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસ એકબીજા ઉપર આક્ષેપો કરી રહ્યા છે. દારૂબંધી લઈને પક્ષ પલટા સુધી બંને પક્ષો એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. દરેક લોકોના મનમાં જીતુ વાઘાણી ગેરહાજરીને લઇને પ્રશ્નો ઉદ્ભવે છે.

પ્રદિપસિંહ જાડેજા વાઘાણી તબિયતના ના તંદુરસ્ત હોવાનું કહીને સવાલને ટાળ્યો હતો. આપણે જણાવી દઈએ કે,પેટાચૂંટણીના 8 બેઠકોનું પરિણામ 10 નવેમ્બર ના રોજ યોજાવાની છે.

ઉલ્લેખનીય છે કે,જીતુભાઈ વાઘાણી ની તબિયત ના તંદુરસ્ત હોવાથી તેવો ચૂંટણીપ્રચાર માં દેખાતા નથી તેવું મહત્વપૂર્ણ નિવેદન પ્રદિપસિંહ જાડેજા આપ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!