કોરોનાવાયરસ ના કેસ ભલે ઘટયા પરંતુ હવે ચેતી જજો કારણ કે…

Published on: 8:30 pm, Fri, 23 October 20

છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સહિત દેશભરમાં કોરોનાવાયરસ ના કેસમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે અને જનજીવન સામાન્ય થતું જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ લોકોને સાવધાન કરવા અને માસ્ક તથા બે ગજ ની દોરી જેવી સાવચેતી હજુ પણ રાખવાનું કહ્યું છે તો એઈમસ ના ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયાના કહેવા પ્રમાણે આ રાહત વધુ દિવસ સુધી ટકી શકે તેમ નથી.

ગુલેરિયાના એ ગંભીર ચેતવણી આપતા કહ્યું કે સ્વાઇન ફ્લૂ શિયાળામાં ઝડપથી ફેલાય છે. આ રીતે કોરોના પણ ફેલાઇ શકે છે. આ વાતના પણ પુરાવા છે કે વાયુ પ્રદુષણ પણ કોરોનાના પ્રસારમાં ઘણી હદ સુધી મદદ કરી શકે છે. તેના પર ઇજજોટાલી અને ચીનમાં થોડા મહિના પહેલા અભ્યાસ કરવામાં આવ્યો છે. ભારતમાં સતત કોરોનાા નું સંક્રમણ વધતું જાાય છે. એ ભારત માટે ખૂબ જ ખરાબ સમાચાર છે.

રણદીપ ગુલેરિયાના icmr ના દાવા પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે પ્લાઝમા થેરાપી થી કોરોના થી થતા મોત માં ઘટાડો થયો નથી.તેમણે એમ પણ કહ્યું કે ઉતાવળ હશે. હજુ અમારે વધુ ડેટા ની રાહ જોવી પડે તેમ છે.ICMR અભ્યાસમાં જે દર્દીઓ પર અભ્યાસ કરવામાં આવ્યો તેમાંથી મોટાભાગના માં પહેલાથી જ એન્ટીબોડી હતી. તમારી પહેલા તે એન્ટીબોડી છે.

તો બહારથી તેને આપવાની કોઇ ખાસ લાભ થતો નથી.તેમણે એમ પણ કહ્યું કે પ્લાઝમા કોઈ મેજિક બુલેટ નથી અમારે તેને ત્યાં ઉપયોગ કરવાનો છે જ્યાં તેની ખૂબ જરૂર છે. તે દાવો ખોટો છે કે તે બધા માટે લાભકારક છે.કોરોનાવાયરસ થી આપણે શીખ્યા છીએ કે સારવારમાં યોગ્ય સમજ નું ખાસ મહત્વ છે.

અને ઉલ્લેખનીય છે કે અગાઉના રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીએ લોકોને સાવધાની રાખવાની અપીલ પણ કરી હતી.તેમને કહ્યું કે જ્યાં સુધી સંપૂર્ણ સફળતા ન મળી જાય ત્યાં સુધી બેદરકારી ન કરવી જોઈએ.

જ્યાં સુધી કોરોના મહામારી ની વેક્સિન ના આવી જાય ત્યાં સુધી આપણે આ લડાઈને નબળી પડવા દેવા નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!