કોરોનાવાયરસ ને લઈને સુરત શહેર માટે આવ્યા ચિંતાજનક સમાચાર, સુરત મનપા કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું કે…

316

સુરત શહેરમાં કોરોનાવાયરસ ને લઈને ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. શહેરમાં કોરોનાવાયરસ ના પોઝિટીવ થઇ ને સાજા થયેલા દર્દીઓની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો હોવાની માહિતી સુરત મનપા કમિશનર બંછાનિધિ પાનીએ આપી હતી. સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું કે, સુરત શહેરમાં કોરોના સાજા થયેલા દર્દીઓને પણ હાલમાં મુશ્કેલી થઈ રહી છે.સાજા થયેલા વ્યક્તિઓને પણ ફરીથી મુશ્કેલી વધતા હોસ્પિટલ જવું પડે છે. રિકવર થયેલા દર્દીઓને ફરીથી રી ઇન્ફેક્શન થાય છે.

કોરોનાવાયરસ નો બીજો તબક્કો શરૂ થયો છે આ માટે મનપાએ પણ તૈયારીઓ પોતાની રીતે શરૂ કરી દીધી છે. આ બાબતને લઇને મહાનગરપાલિકા covid ફોલોઅપ સેન્ટર બનાવાશે. હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના માંથી સાજા થયેલા બાદ દર્દીઓને ઇન્ફેક્શન થવાનું જોખમ વધ્યું છે.

કેટલાક સમય બાદ ફરી હર્દય અને ફેફસા અને શ્વાસ લેવામાં દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. સુરત શહેરમાં કોરોના રિકાવરીમાં રેટ 90 ટકા સુધી પહોંચી ગયો છે.

જ્યારે અંદાજે 1.34 લાખ કારીગરો શહેરમાં પરત આવતા ટેક્સટાઈલ ઉદ્યોગમાં કોરોના નું પ્રમાણ વધ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!