કોરોના મહામારી અને ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ની સરકારે ખેડૂતોના પડખે ઉભી ને ખેડૂતોને સાથ દેવા માટે કૃષિને લગતી ખેડૂતો માટે યોજના જાહેર કરી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સહાય કરવામાં આવશે.કપાસમાં સૌથી વધારે ભાવ સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ એપીએમસીમાં 3255 થી 5105 સુધી બોલાયા છે.
સુરત જીલ્લાના વાલોદ માર્કેટમાં ચોખાના સૌથી વધારે ભાવ 1320 થી 1510 બોલાયા છે. પાટણના સિદ્ધપુર માર્કેટ માં બાજરીનો સૌથી વધારે ભાવ 900 થી 1555 સુધી બોલાયો હતો.દાહોદના એપીએમસી માર્કેટમાં ઘઉં નો સૌથી વધારે ભાવ 1700 થી 1925 બોલાયો હતો. ચોખાના ભાવ વધતા ખેડૂતોને લાભ થશે.
પાટણનાસિધ્ધપુર એપીએમસી માર્કેટમાં જુવારનું સૌથી વધારે ભાવ 4140 સુધી બોલાયો હતો.વરસાદના કારણે નુકસાન થયું હતું તે માટે સરકારે કપાસ અને મગફળી ભાવ વધારો કર્યો.
મગફળીનો સૌથી વધારે ભાવ અમરેલી જિલ્લાના સાવરકુંડલા માં 2560 થી 5170 બોલાયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!