ચોમાસાની વિદાય સમયે હવામાન વિભાગે ફરી એક વખત ભારે વરસાદની કરી મોટી આગાહી,જાણો ક્યાં અને ક્યારે પડશે વરસાદ

429

ગુજરાત રાજ્યમાં હવે ચોમાસુ વિદાય લઇ રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત રાજ્યમાં બે દિવસ સુધી વરસાદ પડે તેવી આગાહી કરી છે. આપને જણાવી દઇએ કે, હવામાન વિભાગના મત અનુસાર સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ વરસાદ 132 ટકા થઈ ચૂક્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે લો પ્રેશર સિસ્ટમ સક્રિય હતા આગામી 48 કલાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદ પડશે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, વલસાડ, દાદરા નગર હવેલી, નવસારીમાં વરસાદી માહોલ રહેશે અને સૌરાષ્ટ્રમાં અમરેલી,ભાવનગર, મોરબી, દ્વારકા,પોરબંદર,ગીર સોમનાથ માં વરસાદ રહેશે.

અને ગુજરાતના શહેરોમાં પણ વરસાદની આગાહીઅને સાથે સાથ અમદાવાદગાંધીનગર,વડોદરા,મહેસાણા ,નડિયાદ,ખેડા,આણંદ માં મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ ગાંધીનગર જેવાં શહેરોમાં જલ્દીથી લેશે વરસાદ વિદાય .

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!