ગુજરાતમાં કોરોના ની સ્થિતિ બેકાબૂ થતા મુખ્યમંત્રી વિજય રૂપાણી કલેકટરો સાથે કરશે કોન્ફરન્સ મીટીંગ, જાણો વિગતે.

125

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે કોરોના ની સ્થિતિ બેકાબુ થતી જાય છે. અને રાજ્યમાં કોરોના ના કેસો અને મૃત્યુના પ્રમાણમાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના તમામ જિલ્લા વહીવટીતંત્રન સાથે કોરોના અંગે વિશેષ બેઠક યોજશે.

અને આ બેઠક વિડીયો કોન્ફરન્સ મારફતે કરવામાં આવશે. ગુજરાત રાજ્યમાં હાલમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે હાલમાં તમામ હોસ્પિટલોના બેડ ફુલ થઇ ગયા છે જેમાં હાલમાં હોસ્પિટલ સુવિધા અને ઓક્સિજન તેમજ વેન્ટિલેટર ની બાબતે સમીક્ષાઓ કરવામાં આવશે.

ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. ગઈકાલે અમદાવાદ શહેરમાં 4821 કેસો નોંધાયા હતા. હાલમાં રાજ્યમાં કુલ 84,126 એક્ટિવ કોરોના ના કેસો છે.

જે પૈકી 361 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અત્યાર સુધીમાં કુલ 5740 દર્દીઓના મૃત્યુ થયા છે.જેમાં શહેર મુજબ મૃત્યુનું પ્રમાણ જોવા જઈએ તો ગઈ કાલે સુરત કોર્પોરેશન માં 25, અમદાવાદ કોર્પોરેશનમાં 22.

મહેસાણામાં 3, સુરતમાં 4, જામનગર કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશન માં 7, બનાસકાંઠામાં 3, વડોદરામાં 5 અને દેવભૂમિ દ્વારકામાં 3ના મૃત્યુ થયા છે.

રાજ્યમાં કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 4821, સુરત કોર્પોરેશનમાં 1849, મહેસાણામાં 495, સુરતમાં 491, વડોદરા કોર્પોરેશનમાં 475, રાજકોટ કોર્પોરેશનમાં 397, કોર્પોરેશનમાં 307, વડોદરામાં 256, જામનગરમાં 202, કચ્છમાં 200, ભાવનગર કોર્પોરેશનમાં 149 કેસો નોંધાયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!