પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઇ શકે છે જબરદસ્ત વધારો, જાણો આજનો ભાવ.

128

સમગ્ર દેશમાં એક તરફ કોરોના ના કેસો વધી રહ્યા છે અને બીજી તરફ પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. દિવસેને દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને પેટ્રોલ ડીઝલ મોંઘું બની રહ્યું છે. જાણકારી મુજબ જાણવા મળ્યું છે કે હાલમાં દેશમાં વિધાનસભા ચૂંટણીઓ પુરી થયા બાદ ઓઈલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરી શકે છે.

દેશમાં પાંચ રાજયોમાં વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે તે માટે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થઈ રહ્યો નથી.કોરોના કહેર વચ્ચે દેશમાં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની છેલ્લા તબક્કાની ચૂંટણી બાકી છે.

આ ચૂંટણી 29 એપ્રિલના રોજ યોજવામાં આવશે. પશ્ચિમ બંગાળના ચૂંટણી પૂરી થયા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભારે ઉછાળો જોવા મળશે. ચૂંટણી પહેલા પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ પણ પ્રકારનો વધારો જ કરવામાં આવશે નહીં.

સમાચાર મુજબ વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 2 થી 3 રૂપિયાનો વધારો કરવામાં આવશે. જાણકારી મુજબ એક કરજો ભાવ વધશે તો ભાવમાં સતત વધારો થશે કોઈપણ પ્રકારનો ઘટાડો જોવા મળશે નહીં.

પેટ્રોલ ડીઝલના આજના ભાવ ચડયો હતો દિલ્હી શહેરમાં પેટ્રોલનો ભાવ 90.40 રૂપિયા, ડીઝલનો ભાવ 80.73 રૂપિયા છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 96.83 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.81 રૂપિયા છે.

કોલકાતામાં પેટ્રોલનો ભાવ 90.92 રૂપિયા અને ડીઝલ નો ભાવ 83.61 રૂપિયા છે. ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 92.43 રૂપિયા અને ડીઝલ નો ભાવ 85.73 રૂપિયા છે.

જાણકારી મુજબ 27 ફેબ્રુઆરી બાદ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં અને પેટ્રોલ ડીઝલનો ભાવ એકદમ સ્થિર છે. દિલ્હીમાં જ પેટ્રોલની કિંમતમાં 77 પૈસા અને ડીઝલની કિંમતમાં 74 74 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!