ટ્રક ચાલકની બેદરકારીના કારણે દીકરાની નજર સામે માતાનું કમકમાટીભર્યું મોત… ઘટના સાંભળીને કાળજુ કંપી ઉઠશે…

Published on: 12:07 pm, Sat, 4 November 23

દેશના વિવિધ ખૂણાઓમાં અકસ્માતના બનાવો બની રહ્યા છે. ઘણી વખત અકસ્માતની ઘટનામાં એક જણાની ભૂલના કારણે નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે હાલમાં બનેલી એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ટ્રક ચાલકની બેદરકારીના કારણે એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ટ્રક ચાલકે બાઈક પર માતા અને દીકરાને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, ઘટનામાં દીકરાની નજર સામે માતાનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. ઘટનામાં દીકરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ દુઃખદ ઘટના બિહારમાંથી સામે આવી રહી છે. અકસ્માતની ઘટના નેશનલ હાઈવે 31 પર બની હતી. ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાની ઓળખ સુશીલા દેવી તરીકે થઈ છે. સુશીલા દેવીનું મોત થતા જ તેમના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

અકસ્માતની ઘટનામાં સુશીલા દેવીનો દીકરો સુજીત કુમાર ઇજાગ્રસ્ત થયો છે. હાલમાં તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહે છે. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, સુજીત કુમાર કોઈ કામથી પોતાની માતા સાથે બાઈક પર સવાર થઈને બહારગામ જઈ રહ્યું હતું.

આ દરમિયાન રસ્તામાં એક ઝડપી ટ્રક ચાલકે તેમની બાઇકને ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં બાઈકની પાછળ બેઠેલી સુશીલાદેવી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી અને તેમનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.

ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા સુજીત કુમારને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પછી પોલીસે મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું અને ઘટનાને લઈને વધુ તપાસ શરૂ કરી દીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ટ્રક ચાલકની બેદરકારીના કારણે દીકરાની નજર સામે માતાનું કમકમાટીભર્યું મોત… ઘટના સાંભળીને કાળજુ કંપી ઉઠશે…"

Leave a comment

Your email address will not be published.


*