રાત્રે હોટલમાં જમીને ઘરે જતા 2 જીગરી મિત્રોને ટ્રક ચાલકે ઉડાડ્યા… મિત્રની નજર સામે મિત્રનું કરુણ મોત…

દેશભરના વિવિધ વિસ્તારોમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે આજે આપણે ગુરુવારના રોજ રાત્રિના સમયે બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના વિશે વાત કરવાના છીએ. આ ઘટનામાં રાત્રે હોટલમાંથી ભોજન કરીને ઘરે જતા બે મિત્રોને રસ્તામાં અકસ્માત નડ્યો હતો.

ટક્કર એટલી જોરદાર હતી કે, આ ઘટનામાં એક મિત્રએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને એક ઇજાગ્રસ્ત થયો છે. બંને મિત્રો બાઈક પર સવાર થઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી આવતા એક ટ્રકે તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી.

જેના કારણે બાઇક પર સવાર બંને મિત્રો ફંગોળાઈને જમીન પર પડ્યા હતા. ત્યારબાદ આસપાસના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પછી તો પોલીસે ઇજાગ્રસ્ત થયેલા બંને યુવકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.

જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે 22 વર્ષના સોનું નામના યુવકને મૃત જાહેર કર્યો હતો. આ અકસ્માતની ઘટના રાજસ્થાનમાંથી સામે આવી રહી છે. ઉપરાંત આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા યુવકની સારવાર હોસ્પિટલમાં ચાલી રહે છે. યુવકના મૃત્યુ બાદ તેના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું.

શુક્રવારના રોજ તેના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. 22 વર્ષના દીકરા નું મોત થતા જ માતા પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*