હાઇવે પર રોંગ સાઈડમાં કાર લઈને જતા 5 યુવકોને નડ્યો ભયંકર અકસ્માત… 4 યુવકોના કમકમાટીભર્યા મોત… હાઇવે રોડ મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો…

Published on: 12:42 pm, Sat, 4 November 23

ગુજરાત-રાજસ્થાન શરાદે શામળાજીથી 6 કિલોમીટર દૂર રાજસ્થાનમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. અહીં રોંગ સાઈડમાં જતી કાર એક ખાનગી ટ્રાવેલર્સ સાથે અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત આટલો ભયંકર હતો કે કારનો આગળનો ભાગ ભાંગીને ભૂકો થઈ ગયો હતો. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મૃત્યુ પામેલા ચારેય લોકો અરવલ્લીના રહેવાસી હતા. જ્યારે આ ઘટનામાં એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.

અરવલ્લીના કેટલાક યુવકો ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઇવે 48 પર રોંગ સાઈડમાં કાર લઈને જતા હતા. આ દરમિયાન કારને સામેથી આવતી એક ખાનગી બસ એ જોરદાર ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ઘટના આટલી ભયંકર હતી કે નજરે જોનાર લોકોના તો રુવાડા બેઠા થઈ ગયા હતા. ઘટનામાં કારમાં સવાર ચાર લોકોના મોત થયા છે. જ્યારે અન્ય એક યુવક ઇજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પછી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને કારમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને થતા પરિવારના સભ્યોએ હયાફાટ રૂદન કર્યું હતું.

મળતી માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના પાંચ યુવાનો પોતાના કામકાજ અંગે રાજસ્થાન તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેઓએ રોંગ સાઈડમાં પોતાની કાર લઈને જતા હતા. ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હાઇવે પર રોંગ સાઈડમાં કાર લઈને જતા 5 યુવકોને નડ્યો ભયંકર અકસ્માત… 4 યુવકોના કમકમાટીભર્યા મોત… હાઇવે રોડ મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો…"

Leave a comment

Your email address will not be published.


*