હરિદ્વાર જઇ રહેલા 4 મિત્રોની કારને અજાણ્યા વાહને લગાવી ટક્કર – 2 મિત્રોના કરૂણ મૃત્યુ…

Published on: 4:59 pm, Thu, 3 March 22

ઉત્તર પ્રદેશમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના બે દિવસ પહેલાં બની હતી. ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં પુરકાજી બાયપાસ રોડ પર મોડી રાત્રે એક અજાણ્યા વાહનચાલકે i20 પાછળથી જબરદસ્ત ટક્કર લગાવી હતી.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં કારમાં સવાર ચાર મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે મિત્રનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર ચાર મિત્રો હરિદ્વાર જઈ રહ્યા હતા. મળતી માહિતી અનુસાર 32 વર્ષીય ગૌરવ, 30 વર્ષીય અનિકેત, 30 વર્ષીય નવીન અને હરપાલ મંગળવારના રોજ મોડી રાતે કારમાં હરિદ્વાર જવા નીકળ્યા હતા.

જ્યારે આ અકસ્માતની ઘટના બની ત્યારે હરપાલ કાર ચલાવી રહ્યો હતો. મળતી માહિતી અનુસાર પુરકાજી બાયપાસ રોડ પર તેમની કારને કોઈ અજાણ્યા વાહન ચાલકે પાછળથી ટક્કર લગાવી હતી. આ ઘટનામાં કારમાં સવાર ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બનતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

ઉપરાંત આસપાસના લોકો પણ ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમ્યાન અનિકેત અને ગૌરવનું કરૂણ મૃત્યુ થયું હતું. પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી.

આ ઉપરાંત અકસ્માત અંગે જ્યુ પામેલા યુવાનોના પરિવારજનોને જાણ કરી હતી. મળતી માહિતી અનુસાર ચારેય મિત્રો ગંગાસ્નાન કરવા માટે હરિદ્વાર જઈ રહ્યા હતા. પરંતુ તેમને રસ્તામાં અકસ્માત નડયો હતો. ગૌરવ અને અનિકેતના પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હરિદ્વાર જઇ રહેલા 4 મિત્રોની કારને અજાણ્યા વાહને લગાવી ટક્કર – 2 મિત્રોના કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*