પેટાચૂંટણીમાં ભાજપને આ 5 બેઠકો જીતવા જોઈએ પાટીદારોનો સાથ,જાણો કઈ છે આ 5 બેઠકો?

224

ગુજરાત રાજ્યમાં 8 બેઠકો પર પેટાચૂંટણી ને લઈને ચૂંટણી પંચાયત 3 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની જાહેરાત કરી છે. ભારતીય જનતા પાર્ટીના બેઠકો જીતવા માટે ખૂબ જ મહેનત કરવી જોઈશે. આ વિધાનસભાની પેટા ચૂંટણી આઠ બેઠક માટે પાંચ બેઠક ભાજપને જીતવા પાટીદારની સમૂહ ના સાથ ની જરૂરિયાત પડશે કારણકે, આ પાંચ બેઠકોમાં પાટીદારોનું પ્રભુત્વ વધારે છે. જેમાં ગઢડા,મોરબી, ધારી, અબડાસા અને કરજણ બેઠકોનો સમાવેશ થાય છે.આ પાંચ બેઠકો પર વર્ષ 2017માં પાટીદાર અનામત આંદોલનનું વધારે પ્રભુત્વ હોવાથી આ બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ હતી.

જો હવે ભાજપે આ પેટા ચૂંટણી જીતવી હોય તો પાટીદાર મત મળવા જરૂરી છે. લીંબડી અને અબડાસા બેઠકો પર પાટીદારો મત મળવા ખૂબ જ અગત્યના છે અને એમને તરફેણમાં લેવા ભાજપ ખૂબ જ પ્રયત્ન કરી રહ્યું છે.સરકાર જો તેમને પોતાની તરફેણમાં લેવામાં અસફળ જાય તો તેમને આ બેઠકો જીતવી ખૂબ જ મુશ્કેલ પડશે.આ બાબતે ભાજપના એક વરિષ્ઠ પાટીદાર નેતાઓએ જણાવ્યું હતું કે,ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત થયા બાદ સીઆર પાટીલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પ્રવાસ કર્યો હતો.

આ ઉપરાંત ખોડલધામ અને ઉમિયા ધામમાં માતાજીના દર્શન કર્યા હતા. આ બંને મંદિરમાં રજતતુલા કરવામાં આવી હતી જેનાથી લાગી રહ્યું છે કે પાટીદાર સમાજ ભાજપ સાથે જોડાયેલા હોય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,પાટીદાર સમાજમાંથી પાટીલને સન્માન મળતા પાટીદારના મત ભાજપને ફાળે આવશે તેવી ભાજપને મોટી આશા છે.

ધારી બેઠક પર ભાજપનો આંતરિક વિખવાદ પક્ષને નો નડે તો ભાજપના આ બેઠક જીતવામાં સરળતા રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!