હાથરસ કાંડ મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપ્યું મહત્વનું નિવેદન જાણો વિગતે

300

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વિટ કરીને કહ્યું હતું કે માતાઓ અને બહેનોને સન્માન અને સ્વાભિમાનને નુકસાન પહોંચાડવાનો વિચાર માત્ર કરનાર લોકોને સંપૂર્ણ નાશ નક્કી જ છે. તેમને એવો દંડ આપવામાં આવશે કે જે ભવિષ્યમાં ઉદાહરણ માટે પ્રસ્તુત થશે.ઉત્તર પ્રદેશની યોગી સરકાર મહિલાઓના સામેનો વધતા જતા અપરાધો ને લઈને હાલમાં સૌને નિશાના પર છે. હાલમાં જ બલરામપુર, હાથરસ, ફતેહપુર, અમેઠી અને આઝમગઢ જેવા વિસ્તારોમાં દુષ્કર્મની ઘટનાઓ સામે આવ્યા બાદ લોકોમાં પણ સરકાર અને વહીવટી તંત્રની કામગીરી ને લઇને વ્યાપક આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે.

હાથરસ કાંડ મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ટવીટર દ્વારા મહત્વનું નિવેદન આપ્યું હતું અને જેમાં કહ્યું હતું કે માતાઓ અને બહેનોને સન્માન અને સ્વાભિમાનને નુકસાન પહોંચાડવાનો વિચાર માત્ર કરનાર લોકોને સંપૂર્ણ નાશ નક્કી છે. તે લોકોને એવો દંડ આપવામાં આવશે કે ભવિષ્યમાં લોકો માટે ઉદાહરણ પ્રસ્તુત કરશે. મોદી સરકાર પ્રત્યેક માતા અને બહેનોને સુરક્ષા વિકાસ માટે સંકલ્પ બંધ છે.

એવી માહિતી મળી રહી છે કે હાથરસ ના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને અધિકારીઓ પર ઘણી મોટી કાર્યવાહી કરવામાં આવી શકે છે.યોગી આદિત્યનાથ જે રીતે હાથરસ પ્રશાસન દ્વારા સમગ્ર મામલાને હેન્ડલિંગ કરી રહ્યા છે.

તે પદ્ધતિથી ભારે નારાજ છે અને ટૂંક સમયમાં મોટી કાર્યવાહી કરે તેવી સંભાવના છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!