ગુજરાત રાજ્યમાં દારૂબંધી ને લઈને ગૃહ રાજ્યમંત્રી એ આપ્યું મહત્વનું નિવેદન, નિવેદન સાંભળી લોકો ચોંકી ઊઠ્યા!

Published on: 9:55 pm, Fri, 2 October 20

ગુજરાત રાજ્યમાં દારૂબંધી ને લઈને ઠેર ઠેર ચર્ચા થતી હોય છે.રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સોશિયલ નથી દારૂબંધી હટાવવાની અભિયાન ચલાવી રહ્યા છે. આજ રોજ બે ઓક્ટોમ્બર એટલે કે ગાંધી જયંતીના દિવસે ગૃહ રાજ્યમંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી હટાવવાની શક્યતા નથી.

રાજ્ય સરકાર નશાબંધી માટે કટિબદ્ધ છે.પ્રદિપસિંહ જાડેજાએ ગોધરાના એક કાર્યક્રમ દરમિયાન કોઈનું નામ લીધા વગર જણાવ્યું હતું કે, દારૂબંધી હટાવવા થી કરોડોની આવક થાય અને રાજ્યનો વિકાસ થાય તેવી માન્યતા ધરાવે છે. પરંતુ ગુજરાત સરકાર દારૂબંધી માટે કટિબદ્ધ છે. દારૂના કારણે કેટલીક મહિલાઓ વિધવા થઈ ગઈ છે.

રાજ્યમાંમહિલાઓનીચૂડી ચાંદલા ની રક્ષા કાજે રાજ્ય સરકાર માટે કટીબદ્ધ છે.ગુજરાતની પ્રગતિ શાંતિ અને સુરક્ષામાં દારૂબંધીનું પરિબળ મહત્ત્વનું રહ્યું છે.

પરંતુઘણા લોકો સોશિયલ મીડિયામાં દારૂબંધી હટાવો અભિયાન ચલાવી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!