જૂનાગઢ-મેંદરડા હાઇવે પર બાઇક અને કાર નું અકસ્માત, પત્નીની નજર સામે પતિનું…

Published on: 4:51 pm, Wed, 11 August 21

આજકાલ અકસ્માતની ઘટનાઓ બની રહી છે ત્યારે તેવી જે ઘટના સામે આવી છે આ સમગ્ર ઘટના ગુજરાતના જૂનાગઢ-મેંદરડા હાઈવે પરની છે. જૂનાગઢ મેંદરડા હાઇવે પર બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં પત્નીની નજર સામે પતિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થાય છે.

અકસ્માતમાં બાઈક અને કાર વચ્ચે અકસ્માત થતાં બાઈક અને કાર ભાંગીને ભૂકો થઇ જાય છે. સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચે છે.

આ રોડ પર ડિવાઈડર નથી અને રોડ પર વાહન બેફામ ચાલી રહ્યા છે ત્યારે રોડ પર ચાલી રહેલી એક સ્વીફ્ટ કારે બાઈક પર જતા પતિ પત્ની ને ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં બાઇક સવાર પત્નીને ઈજા પહોંચી હતી અને પતિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પતિનું મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો.

પત્નીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટનામાં પત્નીની નજર સામે જ પતી પોતાનો જીવ ગુમાવે છે. અકસ્માતનો ભોગ બનેલા પતિ-પત્નીની GJ 3N 4463 નંબરની બાઈક પર સવાર હતા.

આ ઉપરાંત સ્વીફ્ટ કારમાં કેટલા મુસાફરો હતા તે હજુ પણ જાણી શકાયું નથી અને આ સમગ્ર ઘટના અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!