દિલ્હી-લખનઉ નેશનલ હાઈવે પર બસ અકસ્માત, બસમાં મુસાફરી કરતા મુસાફરો…

Published on: 3:28 pm, Wed, 11 August 21

આજકાલ અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી જાય છે ત્યારે ઉત્તરપ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં એક અકસ્માત ની ઘટના સામે આવી છે. મુરાદાબાદ જિલ્લાના મુંઢાપાંડેમાં ગડત દિલ્હી અને લખનૌ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મંગળવારે મોડી રાત્રે એક બસ પલટી ખાઈ ગઈ હતી.

મળતા અહેવાલ મુજબ આ અકસ્માતમાં બસમાં બેઠેલા મુસાફરો માંથી 19 મુસાફરો અને ઇજા પહોંચી છે. મળતી માહિતી મુજબ બસમાં લગભગ 100 મુસાફરો સવાર હતા. ઇજા પહોંચેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હાલમાં મળતી માહિતી મુજબ 10 લોકોની હાલત ગંભીર છે. સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પોલીસ તપાસમાં ખબર પડી કે બસ સાપુતારા થી હરિયાણાના પાનીપત જઈ રહી હતી.

આ સમગ્ર બસ મજૂરો થી ભરેલી હતી. આ સમગ્ર ઘટના રામપુરથી આગળના વિસ્તારમાં બની હતી. ત્યારે એક વળાંકમાં બસ ડ્રાઇવર સ્ટેરીંગ પર નિયંત્રણ ગુમાવ્યું હતું.

અને બસ ડીવાઈડર સાથે અથડાઈ હતી. બસની ડિવાઈડર સાથે ટક્કર બાદ બસ રસ્તાની બાજુમાં 20 ફૂટ ઊંડા ખાડામાં પલટી ખાઈ ગઈ હતી.

મળતી માહિતી મુજબ બસ રોડની સાઈડ કેશ ગાર્ડનને તોડીને પલટી ખાઈ ગઈ હતી. આ સમગ્ર અકસ્માત બન્યા બાદ ઘટના સ્થળેથી બસચાલક રફુચક્કર થઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!