ગુજરાતના વરસાદને લઈને હવામાન વિભાગની ફરી એકવાર મોટી આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ફરી એક વખત ચોમાસું સક્રિય થાય તેવા એંધાણ છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી પાંચ દિવસ અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટું આવી શકે છે.
આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ 17 ઓગસ્ટ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ પડશે તેવી શક્યતાઓ છે.
આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 12 થી 16 ઓગસ્ટ સુધી સામાન્ય પડી શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડે તેવી શક્યતાઓ છે.
મહત્વની વાત એ છે કે રાજ્યમાં વરસાદ એ લાંબો વિરામ લીધો હતો. ત્યારે હવે હવામાન વિભાગે ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી આગાહી કરી છે.
આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં હજુ પણ ગયા વર્ષ કરતા વરસાદની ઘટ જોવા મળી રહી છે. જ્યારે હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો ચિંતા મુક્ત બન્યા છે.
આ વર્ષે રાજ્યમાં વરસાદની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 36.17 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. ક્યારે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી પાંચ દિવસ અનેક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!