આજ રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ફિલ્મ એક્ટર સોનુ સુદની મુલાકાત થઇ હતી. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછવામાં આવ્યું હતું કે શું સોનુ સાથે રાજનૈતિક ચર્ચા થઈ હતી.
આ સવાલનો જવાબ આપતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમારા વચ્ચે કોઇ પણ પ્રકારની રાજનૈતિક ચર્ચા થઈ નથી. આ ઉપરાંત જ્યારે સોનુ સોદને પોલિટિક્સ માં જોડાવા ને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે સોનુ સૂદે કહ્યું કે મને લાંબા સમયથી પોલિટિક્સમાં જોડાવાની તક મળતી આવે છે.
પરંતુ મને રસ નથી. મારો એવો કોઈ ઈરાદો નથી. જેના વિચાર સારા છે તેને દિશા જરૂર મળે છે. આ ઉપરાંત મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે સોનુ સૂદ દેશના કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર છે.
આપણે અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે આ કાર્યક્રમમાં બાળકોને ભવિષ્ય માટે ગાઈડ કરવામાં આવશે. ઉપરાંત આ કાર્યક્રમ સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ કરવામાં આવશે.
આ ઉપરાંત કોરોનાની મહામારી માં લોકોને મદદની કામગીરીથી ચર્ચામાં રહેલા સોનુ સૂદ જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ને મળ્યા તે પહેલા જ રાજકારણ ગરમાયું હતું. અને ચર્ચાએ વેગ પકડ્યો હતો કે સોનુ સૂદ આમ આદમી પાર્ટીમાં જોડાશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!