ઈટાવામાં રોડ પર એક બસ ટ્રક સાથે અથડાતા, 4 નું મૃત્યુ અને 25 લોકો ઈજાગ્રસ્ત…

Published on: 2:29 pm, Fri, 27 August 21

આજકાલ અકસ્માતની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે અને અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે તેવી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ઈટાવામાં રોડ અકસ્માતમાં એક બસની ટક્કર ટ્રક સાથે થતા અકસ્માતો સર્જાયું છે.

મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ થયા છે અને 25 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના કાનપુરથી ઇટાવા માર્ગ પર બસની ટક્કર ટ્રક સાથે થઈ ગઈ હતી.

આ ઘટનામાં બસમાં સવાર 4 મુસાફરોના મૃત્યુ થયા છે. ઉપરાંત બસમાં સવાર 25 મુસાફરોને ઇજા પહોંચી છે. આ સમગ્ર ઘટના ગુરૂવારના રોજ રાત્રે લગભગ દોઢ વાગ્યાની આસપાસ બની હતી.

મળતી માહિતી મુજબ બસ જયારે ટ્રકની ઓવરટેક કરી રહી હતી તે દરમિયાન આ અકસ્માત થયું હતું. આ આગરા ડેપોની છે. આ ઘટનામાં 10 ના વર્ષીય બાળક આદિત્ય નું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું.

ઉપરાંત બે લોકોનું મૃત્યુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું હતું. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને સ્થાનિક લોકોએ બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ મોકલ્યા હતા.

અને ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જીલ્લા હોસ્પિટલમાં રાત્રે એક સાથે આટલી મોટી સંખ્યામાં ઇજાગ્રસ્ત લોકો પહોંચતા હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઇ હતી. પોલીસ દ્વારા ઇજાગ્રસ્ત લોકોના પરિવારને જાણ કરવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!